પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ: ઉધાર લેનારાઓ માટે પીપીપી લોન માફી એપ્લિકેશન ફોર્મ 3508EZ સૂચનાઓ
Summary
This translation of the borrower instructions for SBA Form 3508EZ (06/20), the loan forgiveness application, comes with OMB control number 3245-0407 and an expiration date of 10/31/2020. A checklist lets a borrower use Form 3508EZ only if it can check at least one of three boxes, such as not cutting any employee's salary or hourly wages by more than 25 percent; otherwise it must use SBA Form 3508. The covered period is a 24-week (168-day) period from the loan disbursement date or, for some earlier loans, an eight-week (56-day) period, and it cannot run past the end of 2020. For owner-employees, compensation is capped at $20,833 per person for the 24-week period and at 8/52 of 2019 compensation (up to $15,385) for the 8-week period. Borrowers must keep the supporting records for six years after forgiveness or repayment.
Summary drafted by a model from the document's text below and checked by script against that text before publication. It is a navigation aid, not a reading of what the document proves. Where AI is used
Full text
Text recognized from a scanned document; may contain errors.
પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ OMB નિયંત્રણ નં. 3245-0407 પીપીપી લોન માફી એપ્લિકેશન ફોર્મ 350837 સમાપ્તિ તારીખ: 10/31/2020 ઉધાર લેનારાઓ માટે પીપીપી લોન માફી એપ્લિકેશન ફોર્મ 350837 સૂચનાઓ એસબીએ ફોર્મ 3508137 નો ઉપયોગ કરવા માટે ચેકલિસ્ટ જો તમે નીચેના ત્રણ બોક્સમાંથી ઓછામાં ઓછું એક ચેક શકો તો તમે (ઉધાર લેનાર) આ એસબીએ ફોર્મ 350887 નો ઉપયોગ કરીને તમારી VAs પ્રોટેક્શન પ્રોગ્રામ (પીપીપી) લોનની માફી માટે અરજી કરી શકો છો. તમારા એસબીએ ફોર્મ 3508127 સાથે આ ચેકલિસ્ટ સબમિટ કરશો નહીં. TF ઉધાર લેનાર એક સ્વરોજગાર વ્યક્તિગત, સ્વતંત્ર ઠેકેદાર અથવા એકમાત્ર માલિક છે જેની પાસે પીપીપી લોન અરજી સમયે કોઈ કર્મચારી નહોતા અને ઉધાર લેનારનાં એપ્લિકેશન ફોર્મમાં (એસબીએ ફોર્મ 2483)ની સરેરાશ માસિક પગારની ગણતરીમાં કોઈ પણ કર્મચારીના પગારનો સમાવેશ થતો નથી. -] ઉધાર લેનારે 1 જાન્યુઆરી, 2020 અને 31 માર્ચ, 2020 વચ્ચેનાં સમયગાળાની તુલનામાં આવરીત સમયગાળા અથવા વૈકલ્પિક પેરોલ આવરીત સમયગાળા (નીચે વ્યાખ્યાયિત કર્યા અનુસાર) દરમિયાન કોઇપણ કર્મચારીનાં વાર્ષિક પગાર અથવા કલાકનાં પગારોમાં 25 ટકા કરતા વધારે ઘટાડો કર્યો નથી (આ વિધાનનાં હેતુંઓ માટે “કર્મચારીઓ'' અર્થાત માત્ર એવા કર્મચારીઓ જેઓએ 2019 દરમિયાન કોઇપણ એકલ સમયગાળા દરમિયાન ચૂકવણીનાં વાર્ષિક દર પર $100.000 કરતા વધારે રકમમાં વેતનો અથવા પગાર મેળવ્યો ન હતો); અને ઉધાર લેનારે 1 જાન્યુઆરી, 2020 અને આવરિત સમયગાળાની સમાપ્તિ વચ્ચે કર્મચારીઓની સંખ્યામાં અથવા કર્મચારીઓની સરેરાશ ચૂકવણી કલાકોમાં ઘટાડો કર્યો ન હતો. (એવા ઘટાડાઓ અવગણો જે 15 ફેબ્રુઆરી, 2020 નાં રોજ કર્મચારી હતા તેવા વ્યક્તિઓને ફરીથી નોકરી પર રાખવાની અસક્ષમતામાંથી Bacall હતા જો ઉધાર લેનાર 31 ડિસેમ્બર, 2020 નાં રોજ અથવા પહેલા ખાલી સ્થાનો માટે એકસમાન લાયકાત ધરાવતા કર્મચારીઓને નોકરી પર રાખવા માટે અસક્ષમ હતા. અને કર્મચારીનાં કલાકોમાં ઘટાડાઓ પણ અવગણો જેને પુનઃસ્થાપિત કરવા માટે ઉધાર લેનારે ઓફર કર્યા હતા અને કર્મચારીએ નકાર્યા હતા. વધુ વિગતો માટે જુઓ 85 FR 33004, 33007 (1 જુન, 2020). -] ઉધાર લેનારે 1 જાન્યુઆરી, 2020 અને 31 માર્ચ, 2020 વચ્ચેનાં સમયગાળાની તુલનામાં આવરીત સમયગાળા અથવા વૈકલ્પિક પેરોલ આવરીત સમયગાળા (નીચે વ્યાખ્યાયિત કર્યા અનુસાર) દરમિયાન કોઇપણ કર્મચારીનાં વાર્ષિક પગાર અથવા કલાકનાં પગારોમાં 25 ટકા કરતા વધારે ઘટાડો કર્યો નથી (આ વિધાનનાં હેતુંઓ માટે “કર્મચારીઓ” અર્થાત માત્ર એવા કર્મચારીઓ જેઓએ 2019 દરમિયાન કોઇપણ એકલ સમયગાળા દરમિયાન ચૂકવણીનાં વાર્ષિક દર પર $100,000 કરતા વધારે રકમમાં વેતનો અથવા પગાર મેળવ્યો ન હતો); અને આરોગ્ય અને માનવ સેવાઓનાં સચિવ, રોગ નિયંત્રણ અને અટકાવ માટેનાં Soaloti નિર્દેશક, અથવા વ્યવસાયિક સુરક્ષા અને આરોગ્ય વ્યવસ્થાપન દ્વારા 1 માર્ચ, 2020 અને 31 ડિસેમ્બર, 2020 વચ્ચે સ્વચ્છતાનાં માપદંડોની જાળવણી, સામાજિક અંતર જાળવવા સંબંધિત અથવા કોવિડ-19 સંબંધિત અન્ય કોઇ કાર્ય કે ગ્રાહક સુરક્ષાની આવશ્યકતા સંબંધિત સ્થાપિત કરવામાં આવેલી આવશ્યકતાઓ અથવા જારી કરવામાં આવેલા માર્ગદર્શન સાથેનાં અનુપાલનનાં કારણે ઉધાર લેનાર આવરીત સમયગાળાન દરમિયાન 15 ફેબ્રુઆરી, 2020 પહેલા જેવું વ્યાપારની પ્રવૃત્તિનું સ્તર કાર્યરત રાખવા અસક્ષમ હતા. જો તમે ઉપરનાં ત્રણ બોક્સમાંથી ઓછામાં ઓછા એકને ચેક કરી શકો, તો નીચે આપેલી સૂચનાઓને અનુરૂપ આ SBA ફોર્મ 350817 પૂર્ણ કરો, અને તમારા ઉધાર આપનારને સબમિટ કરો (અથવા તમારી લોનની સેવા આપતા ઉધાર લેનારને). ઉધાર લેનારાઓ તેઓનાં ઉધાર આપનાર મારફત ઇલેક્ટ્રોનિકલી પણ આ અરજી પૂર્ણ કરી શકે છે. જો તમે ઉપરનાં બોક્સમાંથી કોઇ એક ચેક ન કરી શકો, તો તમે SBA ફોર્મ 3508137 વાપરી શકતા નથી અને તેનાં બદલે તમારે SBA ફોર્મ 3508 નો ઉપયોગ કરીને તમારી પીપીપી લોનની માફી માટે અરજી કરવી અનિવાર્ય છે. પીપીપી લોન માફી ગણતરી ફોર્મ 3508137 માટેની સૂચનાઓ વ્યાપારનું કાયદેસરનું નામ (“ઉધાર Aetl2”)/DBA અથવા ટ્રેડનેમ (જો લાગું પડતું હોય)/બિઝનેસ TIN (EIN, SSN): તમારા ઉધાર લેનારનાં અરજી પત્રક (SBA ફોર્મ 2483 અથવા ઉધાર આપનારનાં સમતુલ્ય) પર હોય તેવી જ માહિતી દાખલ કરો. વ્યાપારનું સરનામુ/વ્યાપારનો ફોન/પ્રાથમિક સંપર્ક/ઇ-મેઇલ એડ્રેસ: તમારા ઉધાર લેનારનાં અરજી પત્રક પર હોય તેવી જ માહિતી દાખલ કરો, અન્યથા જો સરનામા અથવા સંપર્ક માહિતીમાં કોઇ ફેરફાર થયો હોય. SBA પીપીપી લોન નંબર: લોન મંજુર કરતી વખતે SBA દ્વારા ફાળવવામાં આવેલો લોન નંબર દાખલ કરો. જો જરૂર પડે તો ઉધાર આપનારને આ નંબર માટે વિનંતી કરો. SBA ફોર્મ 3508EZ (06/20) નોંધ: ઇડમાં સંખ્યાઓ અને દશાંશો પ્રમાણભૂત વપરાશને અનુસરે છે પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ પીપીપી લોન માફી એપ્લિકેશન ફોર્મ 3508137 ઉધાર આપનારનો પીપીપી લોન નંબર: ઉધાર આપનાર દ્વારા પીપીપી લોનને ફાળવવામાં આવેલો નંબર દાખલ કરો. પીપીપી લોનની રકમ: પીપીપી લોનની વિતરિત કરવામાં આવેલી મુદ્દલ રકમ દાખલ કરો (ઉધાર આપનાર પાસેથી તમને મળેલી કુલ લોન રકમ). લોન અરજીનાં સમયે કર્મચારીઓ: ઉધાર લેનારની પીપીપી લોન અરજીનાં સમયે કર્મચારીઓની કુલ સંખ્યા દાખલ કરો. માફી અરજીનાં સમયે કર્મચારીઓ: ઉધાર લેનાર લોન માફી માટે અરજી કરી રહ્યા હોય તે સમયે કર્મચારીઓની કુલ સંખ્યા દાખલ કરો. પીપીપી લોન વિતરણ તારીખ: ઉધાર આપનાર પાસેથી તમે મેળવેલ પીપીપી લોન નાણાની તારીખ દાખલ કરો. જો લોન નાણા એક કરતા વધારે તારીખ પર મેળવ્યા હતા, તો પ્રથમ તારીખ લખો જ્યારે તમે પીપીપી લોનનાં નાણા મેળવ્યા હતા. EIDL એડવાન્સ રકમ: જો ઉધાર લેનારે ઇકોનોમિક sows ડિઝાસ્ટર લોન (EIDL) એડવાન્સ મેળવી હોય, તો તે રકમ દાખલ કરો. EIDL અરજી નંબર: જો ઉધાર લેનારે EIDL માટે અરજી કરી હોય, તો ઉધાર લેનારનો EIDL અરજી નંબર દાખલ કરો. પેરોલ શેડ્યુલ: તમારા પેરોલ શેડ્યુલને અનુરૂપ હોય તેવું બોક્સ પસંદ કરો. આવરીત સમયગાળો: આવરીત સમયગાળો આમાંથી એક છે: (1) પીપીપી લોન વિતરણ તારીખથી શરૂ થતો 24-અઠવાડિયાનો (168-દિવસો) સમયગાળો, અથવા (2) જો ઉધાર લેનારે 5 જૂન, 2020 પહેલા તેની પીપીપી લોન મેળવી હતી, તો ઉધાર લેનાર આઠ-સપ્તાહનાં (56-દિવસ) આવરીત સમયગાળાનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો ઉધાર લેનાર 24-અઠવાડિયા આવરીત સમયગાળાનો ઉપયોગ કરે છે અને તેની પીપીપી લોનનાં નાણા સોમવાર, 20 એપ્રિલનાં રોજ મેળવ્યા હતા, તો આવરીત સમયગાળાનો પ્રથમ દિવસ 20 એપ્રિલ છે અને આવરીત સમયગાળાનો અંતિમ દિવસ રવિવાર, 4 ઓક્ટોબર છે. કોઇપણ પ્રસંગે આવરીત સમયગાળાને 31 ડિસેમ્બર, 2020 થી આગળ વધારી શકાતો નથી. વૈકલ્પિક પેરોલ આવરીત સમયગાળો: વહિવટી સરળતા માટે, દ્વિસાપ્તાહિક (અથવા વધારે આવૃત્તિમાં) પેરોલ શેડ્યુલ ધરાવતા ઉધાર લેનારાઓ 24- સપ્તાહનાં (168-દિવો) સમયગાળાનો ઉપયોગ કરીને લાયક પેરોલ ખર્ચાઓની ગણતરી કરવાનું પસંદ કરી શકે છે અથવા ઉધાર લેનારની પસંદગી પર 5 જૂન, 2020 પહેલા લોન મેળવી હોય તો માટે, આઠ-સપ્તાહનો (56-દિવસ) સમયગાળો જે તેઓની પીપીપી લોન વિતરણ તારીખ બાદ તેઓનાં પ્રથમ ચૂકવણી સમયગાળાનાં પ્રથમ દિવસે શરૂ થાય છે. ઉદાહરણ તરીકે, જો ઉધાર લેનાર 24-સપ્તાહનાં વૈકલ્પિક પેરોલ આવરીત સમયગાળાનો ઉપયોગ કરે છે અને તેની પીપીપી લોનનાં નાણા સોમવાર, 20 એપ્રિલનાં રોજ મેળવ્યા હતા, અને તેની પીપીપી લોન વિતરણ બાદનાં તેનાં પ્રથમ ચૂકવણી સમયગાળાનો પ્રથમ દિવસ રવિવાર, 26 એપ્રિલ છે, તો વૈકલ્પિક પેરોલ આવરીત સમયગાળાનો પ્રથમ દિવસ 26 એપ્રિલ છે અને વૈકલ્પિક પેરોલ આવરીત સમયગાળાનો અંતિમ દિવસ રવિવાર, 10 ઓક્ટોબર છે. વૈકલ્પિક પેરોલ આવરીત સમયગાળાનો ઉપયોગ કરવાનું પસંદ કરતા ઉધાર લેનારાઓએ જ્યાં પણ અરજીમાં “આવરીત સમયગાળો અથવા વૈકલ્પિક પેરોલ આવરીત સમયગાળો” બાબતનો સંદર્ભ હોય ત્યાં વૈકલ્પિક પેરોલ આવરીત સમયગાળો એપ્લાય કરવો અનિવાર્ય છે. જોકે, જ્યાં પણ આ અરજીમાં “આવરીત સમયગાળો” સંદર્ભિત હોય ત્યાં માત્ર આવરીત સમયગાળો (વૈકલ્પિક પેરોલ આવરીત સમયગાળો નહીં) એપ્લાય કરવો અનિવાર્ય છે. કોઇપણ પ્રસંગે વૈકલ્પિક પેરોલ આવરીત સમયગાળાને 31 ડિસેમ્બર, 2020 થી આગળ વધારી શકાતો નથી. જો ઉધાર લેનારે $2 મિલિયન કરતા વધારે પીપીપી લોન મેળવી હોય: બોક્સ ચેક કરો જો ઉધાર લેનારે, તેનાં એફિલિએટ્સ સાથે મળીને (એફિલિએટ્સ પરનાં SBA નાં ઇન્ટરિમ ફાઇનલ રુલ હેઠળ આવશ્યક સીમા સુધી (85 FR 20817 (15 એપ્રિલ, 2020)) અને 15 U.S.C. 636(a)(36)(D)(iv) હેઠળ માફ ન કરવામાં આવી હોય), $2 મિલિયનથી વધારે મૂળ મુદ્દલ રકમ સાથે પીપીપી લોન મેળવી હોય. માફી રકમની ગણતરી (માફી માટે લાયક ખર્ચાઓનો સારાંશ નીચે જુઓ): લાઇન 1: આવરીત સમયગાળા અથવા વૈકલ્પિક પેરોલ આવરીત સમયગાળા દરમિયાન થયેલા અથવા ચૂકવેલા કુલ લાયક પેરોલ ખર્ચાઓ દાખલ કરો. આ ખર્ચાઓની ગણતરી કરવા માટે, નીચેનાનો સરવાળો કરો: રોકડ વળતર: આવરિત સમયગાળા અથવા વૈકલ્પિક પેરોલ આવરિત સમયગાળા દરમિયાન ચૂકવેલા અથવા થયેલા ગ્રોસ પગાર, ગ્રોસ વેતનો, ગ્રોસ ટિપ્સ, ગ્રોસ કમિશનો, પેઇડ રજાઓ (વેકેશન, ફેમિલી, મેડિકલ અથવા બિમારી રજા, જેમાં ફેમિલીઝ ફર્સ્ટ કોરોનાવાયરસ રીસ્પોન્સ એક્ટ દ્વારા આવરીત રજાનો સમાવેશ થતો નથી). અને બરતરફી અથવા સેપરેશમ માટેનાં ભથ્થાઓનો સરવાળો. દરેક વ્યક્તિગત કર્મચારી માટે, માફી માટે લાયક રોકડ વળતરની કુલ રકમ આવરિત સમયગાળા માટે પ્રોરેટેડ તરીકે વાર્ષિક $100,000 પગારથી વધારે ન હોઇ શકે. 8-સપ્તાહનાં આવરીત સમયગાળા માટે, તે કુલ $15.385 છે. 24-સપ્તાહનાં આવરીત સમયગાળા માટે, આ 3508137 નાં હેતુઓ માટે તે કુલ $46,154 છે. તમે માત્ર એવા કર્મચારીઓનું વળતર સામેલ કરી શકો છો જેઓને ઉધાર લેનાર દ્વારા આવરિત સમયગાળા અથવા વૈકલ્પિક પેરોલ આવરિત સમયગાળા દરમિયાન કોઇપણ બિંદુ પર નોકરી પર રાખવામાં આવ્યા હતા જેઓનું મુખ્ય નિવાસ સ્થાન યુનાઇટેડ સ્ટેટ્સમાં હોય. SBA ફોર્મ 3508EZ (06/20) નોંધ: ઇડમાં સંખ્યાઓ અને દશાંશો પ્રમાણભૂત વપરાશને અનુસરે છે જ 2 પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ પીપીપી લોન માફી એપ્લિકેશન ફોર્મ 3508137 કર્મચારી લાભો: ઉધાર લેનાર દ્વારા આ માટે ચૂકવેલી કુલ રકમ: 1. કર્મચારી આરોગ્ય વીમા માટે નોકરીપ્રદાતાનાં યોગદાનો, સ્વ-વીમીત, નોકરીપ્રદાતા-પ્રાયોજીત ગ્રુપ આરોગ્ય પ્લાનમાં નોકરીપ્રદાતાનાં યોગદાનો સહિત, પરંતુ કર્મચારીઓ દ્વારા કોઇપણ કરવેરા-પૂર્વેનાં અથવા કરવેરા પછીનાં યોગદાનોનો સમાવેશ થતો નથી. સ્વ-રોજગાર વ્યક્તિઓ, જનરલ પાર્ટનરો, અથવા એસ-કોર્પોરેશનનાં માલિક-કર્મચારીઓ વતીકરવામાં આવેલા નોકરીપ્રદાતાનાં આરોગ્ય વીમા યોગદાનો ઉમેરશો નહીં, કારણ કે આવી ચૂકવણીઓને અગાઉ તેઓનાં વળતરમાં સામેલ કરવામાં આવેલી હોય છે. 2. કર્મચારી નિવૃત્તિ યોજનાઓમાં નોકરીપ્રદાતાનાં યોગદાનો, જેમાં ર્મચારીઓ દ્વારા કોઇપણ કરવેરા-પૂર્વેનાં અથવા કરવેરા પછીનાં યોગદાનોનો સમાવેશ થતો નથી. સ્વ-રોજગાર વ્યક્તિઓ અથવા જનરલ પાર્ઢનરો વતી કરવામાં આવેલા નોકરીપ્રદાતાનાં આરોગ્ય વીમા યોગદાનો ઉમેરશો નહીં, કારણ કે આવી ચૂકવણીઓને અગાઉ તેઓનાં વળતરમાં સામેલ કરવામાં આવેલી હોય છે, અને માલિક- કર્મચારીઓ વતી કરવામાં આવતા યોગદાનોને 2019 યોગદાનની રકમનાં 2.5 મહિનાનાં મૂલ્ય પર કેપ કરેલી છે. 3. કર્મચારી વળતર પર આકારવામાં આવેલા અને ઉધાર લેનાર દ્વારા ચૂકવવામાં આવેલા નોકરીપ્રદાતા સ્ટેટ અને સ્થાનિક કરવેરાઓ (દા.ત. સ્ટેટ બેરોજગારી વીમા કરવેરો); કર્મચારીની આવકોમાંથી રાખી મૂકેલા કોઇપણ કરવેરાઓનો સમાવેશ થતો નથી. માલિકનું વળતર: માલિકોને ચૂકવવામાં આવેલી કોઇપણ રકમો દાખલ કરો (માલિક-કર્મચારીઓ, સ્વ રોજગાર વ્યક્તિ, અથવા જનરલ પાર્ટનર). 24- સપ્તાહનાં આવરીત સમયગાળા માટે, આ રકમ દરેક વ્યક્તિ માટે $20,833 ($100.000 પ્રતિ વર્ષનાં 2.5-મહિના સમતુલ્ય) અથવા 2019માં તેઓનાં લાગું પડતા વળતરનાં 2.5-મહિનાનાં સમતુલ્યમાંથી જે પણ ઓછી હોય તેનાં પર કેપ કરેલી છે. 8-સપ્તાહનાં આવરીત સમગાળા માટે, આ રકમ 2019 વળતરનાં 8/52 પર કેપ કરેલી છે ($15,385 સુધી). લાઇન 2: 15 ફેબ્રુઆરી, 2020 પહેલા થયેલી કોઇપણ વ્યવસાય ગીરો જવાબદારી માટે, આવરીત સમયગાળા દરમિયાન ચૂકવેલી અથવા ભોગવેલી વ્યવસાય ગીરો વ્યાજ ચૂકવણીઓની રકમ દાખલ કરો. પૂર્વચૂકવણીઓનો સમાવેશ કરશો નહીં. લાઇન 3: 15, ફેબ્રુઆરી, 2020 પહેલા અમલમાં હોય તેવા ભાડા કરારોનાં સંબંધમાં, આવરિત સમયગાળા દરમિયાન ચૂકવેલી અથવા ભોગવેલી વાસ્તવિક અથવા વ્યક્તિગત વ્યાપાર ભાડા અથવા લીઝની ચૂકવણીઓની રકમ દાખલ કરો. લાઇન 4: 15 ફેબ્રુઆરી, 2020 પહેલા સેવા શરૂ થઇ હોય તેવી વ્યાપાર સુવિધાઓ માટે, આવરિત સમયગાળા દરમિયાન ચૂકવેલી અથવા ભોગવેલી વ્યાપાર સુવિધા ચૂકવણીઓની રકમ દાખલ કરો. લાઇન 5: લાઇનો 1 થી 4નો સરવાળો કરો, કુલ દાખલ કરો. લાઇન 6: પીપીપી લોન રકમ દાખલ કરો. લાઇન 7: લાઇન 1 પરની રકમને 0.60 થી વિભાજીત કરો, અને તે રકમ દાખલ કરો. આ નક્કી કરે છે કે સંભવિત માફીની ઓછામાં ઓછી 60% રકમનો પેરોલ ખર્ચાઓ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો કે નહીં. લાઇન 8: લાઇનો 5,6 અથવા 7 માંથી સૌથી નાની દાખલ કરો. નોંધ: જો લાગું પડતું હોય, તો ઉધાર આપનારને Me કરેલી માફી રકમમાંથી sBA દ્વારા EIDL એડવાન્સ રકમો કાપવામાં આવશે. માફી માટે લાયક ખર્ચાઓનો સારાંશ: નીચેના ખર્ચાઓ માટે ઉધાર લેનારાઓ લોન માફી માટે લાયક છે: 1. લાયક પેરોલ ખર્ચાઓ. ઉધાર લેનારાઓ સામાન્ય રીતે 24-સપ્તાહનાં (168-દિવસ) અથવા 8-સપ્તાહનાં (56-દિવસ) આવરીત સમયગાળા (અથવા વૈકલ્પિક પેરોલ આવરીત સમયગાળા) દરમિયાન ચૂકવેલા પેરોલ ખર્ચાઓ અથવા થયેલા પેરોલ ખર્ચાઓ માટે માફી માટે લાયક છે (“પેરોલ ખર્ચાઓ”). VAS વિતરીત કરવામાં આવે અથવા ઉધાર લેનાર ACH ક્રેડિટ ટ્રાન્ઝેક્શન ઓરિજિનેટ કરે તે દિવસે પેરોલ ખર્ચાઓ ચૂકવ્યા હોવાનું ગણવામાં આવે છે. કર્મચારી પગાર ચૂકવણી મેળવે તે દિવસે પેરોલ ખર્ચાઓ થયા હોવાનું ગણવામાં આવે છે. ઉધાર લેનારને પેરોલ ખર્ચાઓ થયા હોય પરંતુ આવરીત સમયગાળા (અથવા વૈકલ્પિક પેરોલ આવરીત સમયગાળા)નાં અંતિમ ચૂકવણી સમયગાળા દરમિયાન ચૂકવાયા ન હોય તે જો આગામી નિયમિત પેરોલ તારીખ પર અથવા પહેલા ચૂકવવામાં આવે તો માફી માટે લાયક છે. અન્યથા, આવરીત સમયગાળા (અથવા વૈકલ્પિક પેરોલ આવરીત સમયગાળા) દરમિયાન પેરોલ ખર્ચાઓ ચૂકવવા અનિવાર્ય છે. દરેક વ્યક્તિગત કર્મચારી માટે, માફી માટે લાયક રોકડ વળતરની કુલ રકમ આવરિત સમયગાળા માટે પ્રોરેટેડ તરીકે વાર્ષિક $100,000 પગારથી વધારે ન હોઇ શકે. બન્ને ચૂકવેલા અને થયેલા પેરોલ ખર્ચાઓ માત્ર SBA ફોર્મ 3508EZ (06/20) નોંધ: ઇડમાં સંખ્યાઓ અને દશાંશો પ્રમાણભૂત વપરાશને અનુસરે છે જ 3 પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ પીપીપી લોન માફી એપ્લિકેશન ફોર્મ 3508137 એકવખત જ ગણવા. પેરોલ ખર્ચાઓ તરીકે શું લાયક બને છે તેનાં પરની માહિતી માટે, 2 એપ્રિલ, 2020 નાં રોજ પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ પરનો ઇન્ટરિમ ફાઇનલ રૂલ જુઓ (85 FR 20811), 11 જૂન, 2020 નાં રોજ પોસ્ટ કરેલ પુનરાવર્તનોથી સુધારેલા પ્રથમ ઇન્ટરિમ ફાઇનલ રૂલ અનુસાર). માત્ર એવા કર્મચારીઓ માટે પેરોલ ખર્ચાઓ સામેલ કરો જેઓનું રહેઠાણનું પ્રમુખ સ્થળ યુનાઇટેડ સ્ટેટ્સ હોય. લાયક નોનપેરોલ ખર્ચાઓ. માફી માટે લાયક નોનપેરોલ ખર્ચાઓમાં આ મુજબનો સમાવેશ થાય છે: (a) આવરિત મોર્ગેજ જવાબદારીઓ: 15 ફેબ્રુઆરી, 2020 પહેલા થયેલ વાસ્તવિક અથવા વ્યક્તિગત સંપત્તિ પરની કોઇપણ વ્યવસાય ગીરો જવાબદારી પર મોર્ગેજ વ્યાજની ચૂકવણીઓ (કોઇપણ મુદ્દલની પૂર્વચૂકવણી અથવા ચૂકવણીનો સમાવેશ થતો નથી) (“વ્યવસાય ગીરો વ્યાજ ચૂકવણીઓ”); (0) આવરિત ભાડાની જવાબદારીઓ: 15, ફેબ્રુઆરી, 2020 પહેલા અમલમાં હોય તેવા ભાડા કરારોનાં સંબંધમાં આવરિત સમયગાળા દરમિયાન વાસ્તવિક અથવા વ્યક્તિગત વ્યાપાર ભાડા અથવા લીઝની ચૂકવણીઓ (“બિઝનેસ રેન્ટ અથવા લીઝ ચૂકવણીઓ”); અને (૦) MARA સુવિધા ચૂકવણીઓ: જેના માટે 15 ફેબ્રુઆરી, 2020 પહેલા સેવા શરૂ થઇ હોય તેવા વિધુત, ગેસ, પાણીનાં વિતરણ, પરિવહન, ટેલીફોનનાં, અથવા ઇન્ટરનેટ એક્સેસ માટે સેવા માટેની બિઝનેસ ચૂકવણીઓ (“વ્યાપાર સુવિધા ચૂકવણીઓ”). લાયક પેરોલ ખર્ચ આવરિત સમયગાળા દરમિયાન ચૂકવવો અથવા આવરિત સમયગાળા દરમિયાન થવો અનિવાર્ય છે અને બિલની તારીખ આવરિત સમયગાળા પછી હોય તો પણ આગામી રેગ્યુલર બિલની તારીખ પહેલા ચૂકવવો અનિવાર્ય છે. લાયક નોનપેરોલ ખર્ચાઓ કુલ માફી રકમનાં 40% થી વધી શકતા નથી. એવા નોનપેરોલ ખર્ચાઓ જ ગણવા જેઓ બન્ને ચૂકવેલા અને થયેલા પેરોલ ખર્ચાઓ માત્ર એકવખત જ ગણ્યા હોય. દરેક ઉધાર લેનારે તેની પીપીપી લોન માફી એપ્લિકેશન ફોર્મ 3508137 સાથે સબમિટ કરવાનાં દસ્તાવેજો પીપીપી લોન માફી ગણતરી ફોર્મ 350837 પેરોલ: આવરિત સમયગાળા અથવા વૈકલ્પિક પેરોલ આવરિત સમયગાળામાંથી લાયક રોકડ વળતર અને બિન-રોકડ લાભ ચૂકવણીઓની ખરાઇ કરતા દસ્તાવેજીકરણમાં નીચેનાં દરેકનો સમાવેશ થાય છે: a. કર્મચારીઓને ચૂકવેલ રોકડ વળતરની રકમ દસ્તાવેજીકૃત કરતા બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ અથવા ત્રીજા-પક્ષનાં પેરોલ સેવા પ્રદાતાનાં અહેવાલો. આવરિત સમયગાળા અથવા વૈકલ્પિક પેરોલ આવરિત સમયગાળા સાથે ઓવરલેપ થતા સમયગાળાઓ માટે કરવેરા પત્રકો (અથવા સમતુલ્ય ત્રીજા પક્ષનાં પેરોલ સેવા પ્રદાતાનાં અહેવાલો): 1. IRSA રીપોર્ટ કરેલા પેરોલ ટેક્સ ફાઇલિંગ, અથવા જે રીપોર્ટ કરવામાં આવશે (સામાન્ય રીતે, ફોર્મ 941); અને |. Wea ત્રિમાસિક વ્યાપાર અને વ્યક્તિગત કર્મચારી વેતનનું રીપોર્ટિંગ અને acid wea રીપોર્ટ કરેલા બેરોજગારી વીમા કરવેરા ફાઇલિંગ, અથવા જે રીપોર્ટ કરવાનાં છે. ચૂકવણીની રસીદો, કેન્સલ કરેલા ચેક, અથવા કર્મચારી આરોગ્ય વીમા અને નિવૃત્તિ યોજનાઓમાં કોઇપણ નોકરીપ્રદાતાનાં યોગદાનોની રકમ દસ્તાવેજીત કરતા એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ જેને ઉદાર લેનારે માફી રકમમાં સામેલ કર્યા હતા. જો તમે આ સૂચનાઓમાં પેજ 1 પરનાં ચેકલિસ્ટ પરનાં માત્ર બીજા બોક્સને ચેક કર્યું હોય, તો 1 જાન્યુઆરી, 2020 પર અને આવરીત સમયગાળાની સમાપ્તિ પર ઉધાર લેનાર દ્વારા પેરોલ પર નોકરી પર રાખવામાં આવેલા પૂર્ણ-કાલિન સમતુલ્ય કર્મચારીઓની સરેરાશ સંખ્યા. નોનપેરોલ: 15 ફેબ્રુઆરી, 2020 પહેલાની જવાબદારીઓ/સેવાઓ અસ્તિત્વમાં હોવાની અને આવરિત સમયગાળામાંથી લાયક ચૂકવણીઓની ખરાઇ કરતું દસ્તાવેજીકરણ. a. વ્યવસાય ગીરો વ્યાજ ચૂકવણીઓ: ઉધાર આપનારનાં એમોર્ટાઇઝેશન શેડયુલની નકલ અને રસીદો અથવા કેન્સલ કરેલા AS જે આવરિત સમયગાળામાંથી લાયક ચૂકવણીઓની ખરાઇ કરતા હોય; અથવા વ્યાજની રકમો અને લાયક ચૂકવણીઓની ખરાઇ કરતા ફેબ્રુઆરી 2020થી અને આવરિત સમયગાળાનાં મહિનાઓથી આવરિત સમયગાળાની સમાપ્તિ બાદ એક મહિના સુધીનાં ઉધાર આપનારનાં એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ. બિઝનેસ રેન્ટ અથવા લીઝ ચૂકવણીઓ: હાલનાં લીઝ એગ્રીમેન્ટની નકલ અને રસીદો અથવા કેન્સલ કરેલા ચેક જે આવરિત સમયગાળામાંથી લાયક ચૂકવણીઓની ખરાઇ કરતા હોય; અથવા લાયક ચૂકવણીઓની ખરાઇ કરતા ફેબ્રુઆરી 2020થી અને આવરિત સમયગાળાનાં મહિનાઓથી આવરિત સમયગાળાની સમાપ્તિ બાદ એક મહિના સુધીનાં લીઝ પર આપનારનાં એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ. વ્યાપાર સુવિધા ચૂકવણીઓ: ફેબ્રુઆરી 2020થી અને આવરિત સમયગાળા દરમિયાન ચૂકવેલા ઇન્વેઇસીસની નકલ અને રસીદો, કેન્સલ કરેલા ચેક, અથવા તે લાયક ચૂકવણીઓની ખરાઇ કરતા એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ SBA ફોર્મ 3508137 (06/20) નોંધ: ઇડમાં સંખ્યાઓ અને દશાંશો પ્રમાણભૂત વપરાશને અનુસરે છે પેજ 4 પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ પીપીપી લોન માફી એપ્લિકેશન ફોર્મ 350807 એવા દસ્તાવેજો જે દરેક ઉધાર લેનારે જાળવવા અનિવાર્ય છે પરંતુ સબમિટ કરવાની આવશ્યકતા નથી એવા પ્રમાણિકરણને સપોર્ટ કરતું દસ્તાવેજીકરણ કે 1 જાન્યુઆરી, 2020 અને 31 માર્ચ, 2020 વચ્ચેનાં સમયગાળાનાં સંબંધમાં આવરીત સમયગાળા અથવા વૈકલ્પિક પેરોલ આવરીત સમયગાળા દરમિયાન વાર્ષિક પગારો અથવા કલાકનાં વેતનોમાં 25 ટકા કરતા વધારે ઘટાડો કરવામાં આવ્યો ન હતો. આ દસ્તાવેજીકરણમાં એવા પેરોલ રેકોર્ડ સામેલ કરવા અનિવાર્ય છે જે દરેક કર્મચારીને એલગથી યાદીગત કરે અને દરેક કર્મચારીને 1 જાન્યુઆરી, 2020 અને 31 માર્ચ, 2020 વચ્ચેનાં સમયગાળા દરમિયાન ચૂકવેલી રકમો અને આવરીત સમયગાળા અથવા વૈકલ્પિક પેરોલ આવરીત સમયગાળા દરમિયાન દરેક કર્મચારીને ચૂકવેલી રકમો દર્શાવતા હોય. કોઇપણ કર્મચારીની જોબ ઓફરો અને અસ્વિકાર, કલાકોમાં ઘટાડાનાં પુનઃસ્થાપનનો અસ્વિકાર, કારણસર છૂટા કરવા, સ્વૈચ્છિક રાજીનામુ, કાર્ય સમયપત્રકમાં ઘટાડાઓ માટે કોઇપણ કર્મચારી દ્વારા લેખિત વિનંતીઓ, અને 31 ડિસેમ્બર, 2020 નાં રોજ કે પહેલા ખાલી સ્થાનો માટે એકસમાન લાયકાત ધરાવતા કર્મચારીઓને નોકરી પર રાખવામાં કોઇપણ અસક્ષમતા સંબંધિત દસ્તાવેજીકરણ. જો લાગું પડતું હોય, તો પ્રમાણિકરણને સપોર્ટ કરતું દસ્તાવેજીકરણ કે ઉધાર લેનારે 1 જાન્યુઆરી, 2020 અને આવરીત સમયગાળાની સમાપ્તિ વચ્ચે કર્મચારીઓની સંખ્યામાં અથવા કર્મચારીઓનાં સરેરાશ ચૂકવણી કલાકોમાં ઘટાડો કર્યો ન હતો (15 ફેબ્રુઆરી, 2020 નાં રોજ કર્મચારીઓ હતા તેવા વ્યક્તિઓને ફરીથી નોકરી પર રાખવાની અસક્ષમતા માંથી ઉદ્ભવતા કોઇપણ ઘટાડાઓ સિવાય, જો ઉધાર લેનાર 31 ડિસેમ્બર, 2020 નાં રોજ અથવા પહેલા એકસમાન લાયકાત ધરાવતા કર્મચારીઓને નોકરી પર રાખવા અસક્ષમ હતા). દસ્તાવેજીકરણ એવા પેરોલ રેકોર્ડસ સામેલ કરવું અનિવાર્ય છે જે દરેક કર્મચારીને અલગથી યાદીગત કરતું હોય અને દરેક કર્મચારીને 1 જાન્યુઆરી, 2020 અને આવરીત સમયગાળાની સમાપ્તિ વચ્ચે ચૂકવેલી રકમો દર્શાવતું હોય. જો લાગું પડતું હોય તો, પ્રમાણિકરણને સપોર્ટ કરતું દસ્તાવેજીકરણ કે આરોગ્ય અને માનવ સેવાઓનાં સચિવ, રોગ નિયંત્રણ અને અટકાવ માટેનાં કેન્દ્રોનાં નિર્દેશક, અથવા વ્યવસાયિક સુરક્ષા અને આરોગ્ય વ્યવસ્થાપન દ્વારા 1 માર્ચ, 2020 અને 31 ડિસેમ્બર, 2020 વચ્ચે સ્વચ્છતાનાં માપદંડોની જાળવણી, સામાજિક અંતર જાળવવા સંબંધિત અથવા કોવિડ-19 સંબંધિત અન્ય કોઇ કાર્ય કે ગ્રાહક સુરક્ષાની આવશ્યકતા સંબંધિત સ્થાપિત કરવામાં આવેલી આવશ્યકતાઓ અથવા જારી કરવામાં આવેલા માર્ગદર્શન સાથેનાં અનુપાલનનાં કારણે ઉધાર લેનાર 15 ફેબ્રુઆરી, 2020 અને આવરીત સમયગાળાની સમાપ્તિ વચ્ચે 15 ફેબ્રુઆરી, 2020 પહેલા જેવું વ્યાપારની પ્રવૃત્તિનું સ્તર કાર્યરત રાખવા અસક્ષમ હતા. આ દસ્તાવેજીકરણ દરેક કર્મચારીનાં સ્થળ માટેની લાગું પડતી આવશ્યકતાઓની નકલો અને સંબંધિત ઉધાર લેનારનાં નાણાકીય રેકોર્ડ્સ સમાનતું હોવું અનિવાર્ય છે. ઉધાર લેનારની પીપીપી લોન સંબંધિત તમામ રેકોર્ડ્સ, તેની પીપીપી લોન અરજી સાથે સબમિટ કરેલા દસ્તાવેજો, લોન વિનંતીની જરૂરીયાત અને પીપીપી લોન માટે તેની લાયકાત અંગેનાં ઉધાર લેનારનાં સપોર્ટિંગ દસ્તાવેજો, ઉદાર લેનારની લોન માફી અરજીને સપોર્ટ કરતા આવશ્યક દસ્તાવેજો, અને ઉધાર લેનાર દ્વારા મહત્વપૂર્ણ રીતે પીપીપી આવશ્યકતાઓનું અનુપાલન કરતા હોવાનું નિરૂપણ કરતા દસ્તાવેજો સહિત. ઉધાર લેનારે લોન માફી કર્યાની અથવા પૂર્ણ રીતે પરત ચૂકવણી કર્યાની તારીખ પછી છ વર્ષો માટે તેની ફાઇલોમાં આવા દસ્તાવેજો જાળવી રાખવા અનિવાર્ય છે, અને SBA નાં અધિકૃત પ્રતિનિધિઓને તેની ઇન્સપેક્ટર જનરલની ઓફિસનાં પ્રતિનિધિઓ સહિત વિનંતી પર આવી ફાઇલો એક્સેસ કરવાની પરવાનગી આપવી અનિવાર્ય છે. SBA ફોર્મ 3508EZ (06/20) નોંધ: ઇડમાં સંખ્યાઓ અને દશાંશો પ્રમાણભૂત વપરાશને અનુસરે છે જડ
File and source
- File
- 2020-07_PPP-Loan-Forgiveness-Application-Form-EZ-Instructions-Revised-06.16.202..._Gujarati.pdf
- Size
- 470,362 bytes
- SHA-256
- bc8e968c4338717089744f3f48a8643280cd2424379148e6a47570d5400fd8e7
- Our copy
- 2020-07_PPP-Loan-Forgiveness-Application-Form-EZ-Instructions-Revised-06.16.202..._Gujarati.pdf
- Original
- www.sba.gov